Our Kuldevta
બાબરા શ્રી ધુડીયાદાદા ની સ્થાપના કોણે અને ક્યા સમયમા થઈ છે ?
આપણે બાબરામાં આવ્યા તેને અંદાજીત ૫૦૦ વર્ષ થયા છે. તે પહેલાનું બાબરામાં ધુળીયાદાદાનું સ્થાને છે તેમ બાબરાના દરબારોને રૂબરૂ પૂછતા જણાવેલ છે તેમજ બાબરા
સ્થાપત્યનુસારથી બાબરાની સ્થાપનાને અંદાજીત ૭૦૦ વર્ષ થયા છે ત્યારે પણ ઘુડીયો ટેકરો હતો તેમ જણાવેલ છે.
મહાભારત કાળમાં (બાબરા) પહેલા (મણીપુર) ગામ હતું અને સૌરાષ્ટ્રમાં થાન-ચોટીલા વિસ્તાર પાંચાળ કહેવાતું - બાબરા-પાંચાળનું છેલ્લું ગામ હતું અને બાબરા પછીની હદથી બાબરીયા કહેવાતું અને આ પાંચાળ વિસ્તારમાં પહેલા નાગ જાતિ રહેતી ત્યાર પછી કોળી-રબારી-ચારણ એવી વિચરતી જાતિ નૈસડા બનાવીને રહેતી. આવા બાર નોસડા ભેગા કરીને બાબરાં કાઠી દરબારોએ સ્થાપ્યું હતું.
જ્યારે પાંડવો વનવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં પાંચાંળમાં આવ્યા ત્યારે માયાવી-પહાડી અને જંગલ વિસ્તાર હતો એટલે પાંડવો પાસે રત્ન-ઝંવેરાત-સોનું-હથિયારો વગેરે ભાર રૂપ હતું જે બાબરા વિસ્તારમાં આવ્યા ત્યાં સ્મશાનના સામા કાંઠે એક ઊંચો ટીંબો જંગલ વિસ્તારમાં જોયો અને ઘટાટોપ પીપળા વડલા અને બાવળની ગીચ ઝાડીમાં (શમી) ખીજડાનું મોટું વૃક્ષ જોયું ત્યાં વિશ્રામ કરીને લાંબો સમય રોકાણા અત્રે તે જગ્યા શાંતિવાળી-ચમત્કારી-આનંદિત હોવાનું જણાતા ત્યાં એક યજ્ઞકરાયો. અનેતે જગ્યાના અધિષ્ઠાતા દેવની રજા લઈને તે ટેકરામાં વચ્ચે મોટું બખોલું હતું તેમાં ઊંડો ખાડો કરીને પોતાની ઝવેરાતો-સોનું-હથિયારો તેમાં મૂકીને દરરોજ યજ્ઞ કરતાં તેની 'રાખ-ભસ્મથી તે ખાંડો પૂરી દીધો અને ત્યાં એક (શબ) મૂકી (યક્ષ રાજા)ને ત્યાં પહેરગીરી તરીકે મૂકેલ અને નાગ રાજાની રક્ષણ કરવાની જવાબદારી સોપીને ભાર હળવો કરીને આગળ ચાલ્યા (આ કથા મહાભારતમાં, વિરાટ નગરમાં થોડા ફેરફારો. છે). તેમજ આ ધુડીયા દાદાના સ્થાનકની પહેલી લોકવાયકા કે દંતકથા છે.
જ્યારે પાંડવો વનવાસમાં બાબરા-પાંચાળ આવ્યા ત્યારે એક સુરંગ જેવો મોટું ભોયરું-ગુફા-કરવાની ઈચ્છા કરી જેથી અશાંત-ગુપ્તવાસ જળવાય રહે તે વાત સહદેવને કહેતા તેને કહ્યું કે આ વિસ્તારોમાં કોઈ બત્રીસ લક્ષણો, વિપ્ર-વીર પુરૂષ ખાતમૂહૂત કરાવીને પોતાની રાજીપાથી પોતાના દેહનું સજીવ કક્ષામાં બલિદાન આપે તો જ આ ગુફા બને અને આપણે તેમાં ગુપ્ત રીતે રહી શકીએ. આવો ત્યાંના વિસ્તારમાં ઢંઢેરો પીટ્યા બાદ એક મજબૂત બાંધાનો હોશીયાર- જ્ઞાની- વડીલ વિપ્ર આવીને પાંડવોને વિનંતી કરીકે હું કર્મકાંડી બ્રાહ્મણ છું એકલો અટુંલો છું જેથી મારામાં જો તમને બત્રીસ લક્ષણો (પરીક્ષા) કરીને જણાતા હોય તો હું આપતા ધર્મેલક્ષી-સત્ય-સમાજ-દેશલક્ષી ઉત્તમ કાર્યોમાં મારા શરીરનું સદેહ યોગ અને બલિદાન આપવા રાજીપાથી તૈયાર છું આમ કહેતા પાંડવો પરીક્ષા કરતા બત્રીસ લક્ષણ સંપૂર્ણ તે વિપ્રમાં જણાતા તેના હાથે ખાતમૂર્હત પૂજન કરાવી ગુફાનું કાર્ય આરંભી અને થોડા સમય બાદ શ્રેષ્ઠ મૂર્હૂત તે વિપ્રનું વાજતે ગાજતે સન્માન કરી તે જગ્યામાં ગુફાનો ખાડો હતો ત્યાં તે વિપ્ર સંમાધિઅવસ્થા બેસી જઈને પોતાનું દેહનું સજીવન અવસ્થામાં બલિદાન આપ્યું ત્યારે પાંડવો અને ત્યાંના લોકોએ ભેગા મળી ખોબા ભરીને ધૂળથી (પૂજ્ય સ્વરૂપે) શ્રદ્ધાંજલિ અર્પણ કરીને જયઘોષ કરેલો સમય જતાં બધા ત્યાં ખોબા ભરીનેધૂળ ચડાવતા જેથી ઊંચો ટીંબો બની ગયો હશે અને ત્યાં ધૂડીયા રંગનો (સર્પ) નાગ તે ગુફાના રક્ષણકાજે રહેલ છે અને (ધૂળ) અને ઘુડીયા રંગના (સર્પ) નાગ ઉપરથી ઘુડીયા દાદા તેવું પ્રચલિત નામ અને સ્થાન બનેલ હશે. તેમ માનવું ઘટે. (આ બીજી લોકવાયકા છે.)
જ્યારે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો તેનો ઘોડો (અશ્વ) છુટો મૂકેલ જે સૌરાષ્ટ્ર (બાબરા-પાંચાલી) મણિપુર વિસ્તારમાં આવતા મહાભારત સમયમાં (અર્જુન ઉલપી) નાગ કન્યાથી થયેલ પુત્ર (બ્રબુવાહન)ને તે અશ્વને પકડી-યુદ્ધ કરીને અર્જુનને (નાગપાસ) (શસ્ત્ર-યંત્ર)થી બાંધી મુર્છિત કરેલ અને તેની માતા ઉલપીને જાણ થતાં તેણે કહ્યું કે અર્જુન તારો પિતા છે માટે તેતે મુક્ત કરવા તું પાતાળમાં નાગરૂપે જઈ મારા પિતા શેષનારાયણ પાસેથી અમૃત કુંભ લઈ આવીને તેને બંધન મુક્ત અને સજીવન કર આમ કહેતા બ્રબુવાહન ઉક્ત બાબરાના ટીંબાની ગુફાએ પાતાળમાં ગયા અને આવ્યા. અર્જુનને સજીવન કરતાં પાંડવો અને બ્રબુવાહનની કૃપાથી આ જગ્યા લાંબા સમય સુધી સજીવની અને ગુપ્ત રહસ્યમયી રહી છે આમ આ જગ્યાની ત્રિજી લોકવાયકા છે (જેથી દાદાનું સ્થાન ઘણું પુરાણું છે).
વીર ભીમના પુત્ર વીર ઘટોત્કચ અને તેનો પુત્ર (બર્બરીક) જેનું માથું યુદ્ધમાં ઉડાવી દેતા તેમને મહાભારત સંપૂર્ણ યુદ્ધ જોવાની ઇચ્છા કરતા શ્રી કૃષ્ણ ભગવાને તેનું માથું પર્વત ઉપર સજીવન કરીને મૂકાવ્યું આખું યુદ્ધ જોવું જે પાછળથી (બડીયા દેવ) તરીકે પૂજાય છે બર્બરીક બીજા જન્મમાં કેશવ નાગર બ્રાહ્મણને ઘરે જન્મ લઈ મુળચંદ સોલંકીના વખતે તેનું પણ માથું કપાણું આ પછી તે બાબરો ભૂત થયો અને કરપાળને સહાય કરતા તેને બાબરાને ૫૧ ગામ આપતાં બાબરાં તેમાં મુખ્ય ગણાતું બાબરામાં તેના અવશેષોછે. આમ બાબરાની શ્રી ધુડીયા દાદાની લોકવાયકા અને ત્રણ દંતકથાઓ છે. આપણાવડવાઓ તેની પૂજા કરતાં ઈષ્ટ તરીકે પૂજાય છે. આમ આપણો પરિવાર બાબરા આવ્યો તે પહેલાનું ધૂડિયાદાદાનું સ્થાન છે જેથી આપણા કોઈપણ વડવાઓએ સ્થાપનાકરેલ નથી જે ઉક્ત દંતકથાઓ દ્વારા જણાય છે જે વિદીત થાય છે.
શ્રી ભાયા દાદાજી પાસે ઘણી સંપત્તિ હતી છતાં દાદાનું નાનું એક ઓટલા ઉપર મંદિર કેમ બાંધ્યું ? મોટું મંદિર શા માટે ન બાંધ્યું ? તેમજ અઢળક સંપત્તિક્યાં ગઈ ?
ઉક્ત પ્રશ્ન અંગે કોઈ લોકવાયકા કે કથા સાંભળવામાં આવેલ નથી જેથી બુદ્ધિ અને સમજણ અનુસાર નીચે મુજબથી જવાબ આપવા નમ્ર પ્રયાસ કરેલ છે.
મોટું મંદિર બનાવવામાં ભાઈ કુટુંબમાં થોડા ઘણા મંતમંતાતરો દાદાજીએ સાંભળ્યા હોય જેથી મોટા કુટુંબમાં મતભેદો ના થાય તેવોવિચાર કરીને મોટું મંદિર ન કરાયુંહોય
ઘણું બધું એશ્વર્ય દુઃખનું કારણ બન્યું તેવું મંતવ્ય અપનાંવી અને મોટાંમંદિરમાં પોતે મોટા એશ્વર્યવાળા છે તેવુ લોકોને કે કુટુંબને જણાયતો મોટા મતભેદોટાળવા અને માન-અભિમાન દુષણથી અળગા રહેવા મોટું મંદિર ત બનાવ્યું હોય.
પોતાના સમયમાં બ્રિટીશ રાજા અને મુસલમાનની અગવડો હોય જેથી સરકાર કોઈ વાંધો કે કાયદો નડતર રૂપ પણ હોય અને મોટું મંદિર બનાવ્યા પછીકોઈ પાડેકે લુટે તો પોતે દોષમાં આવે અને ઝઘડા-વેર થાય. તેવું પોતે ઇચ્છતો ન પણ હોય.
સોમનાથ-દ્વારકા-મોટા- મંદિરોની જાહોજલાલીને કારણે ચડાઈઓ થઈ અને યુદ્ધ થયા કેટલી જાણ-ખુવારીઓ થઈ તે બધી વાતો સાંભડીને કે વાંચીને ખોટા દોષમાં ન આવવું તેવું વિચાર્યું હોય અને દેવને તો નાનું કે મોટું મંદિર તેમાં કોઈ ફેર નથી તે શ્રદ્ધા અને ભાવના જ આગ્રહી છે જેથી ઉક્ત કારણથી પણ મોટું મંદિર બનાવ્યુ ન હોય.
તેમજ બાબરા છોડીયા પછી સંપત્તિ પોતાના મોટા-માન કે વ્યવહારોને કારણે સંપત્તિ ઓછી થવા લાગી હોય, અને ઉંમર થઈ જતાં બીજી અન્ય આવકો પણ ન થઈ શકી હોય.
ખરેડી સમવાય રચાણોત્યારે પોતા પાસે ઘણું પીઠબળ અને ખેંચતાણો પણ ઘણી હતી પોતાના સંખ્યા બળઅને કોઈપણ લાલચમાં પડ્યાવિનાં ખરેડી સમવાયમાં સમાધિષ્ઠ થયા ત્યારે અમુક રકમો, ચીજવસ્તુ અને સંપત્તિમાં ભેટ પણઆપી હોય. તેમજ અન્યનબળી નાની સંસ્થાઓમાં પણ ભેટો આપી હોય.
બાબરાકાઠી દરબારો સાથે સમાધાન થયું તે અમુક કારણોસર પૂર્ણ ન થતાં સમય જતાં લૂંટફાટ થઈ જતા સંપત્તિ જેની હોય તેને રાજીખુશીથી પરત પણ કરી દીધી હોય.
કોઈ કુદરતી હોનારતો-આફતો-(છપ્પનીયા કાળ જેવી) કોઈ મોટો રોગ ફાટી નીકળ્યો હોય ત્યારે તેમની મદદમાં પણ સંપત્તિનો સદુપયોગ કરાયો હોય.
આમાં શ્રી ભાયા દાદાજી બાબરા છોડી- ધોળીધાર આવ્યા તેને અત્યારે અંદાજીત ૨૫૦ ઉપરના વર્ષો થઈ ગયા છે. જેથી ઘણો જ સમય પસાર થઈ ગયો છે. તેમના વંશની અત્યારે બારમી પેઢી ચાલુ હશે અને પરિવારને પણ કઈ ખબર નહિ હોય અથવા ખોટા મતભેદો સંપત્તિને કારણે ન થાય તેવા ઉમદા હેતુથી પોતાની સંપત્તિને ઉક્ત કારણોસર નિકાલ કરાવ્યો હોય, અને તેનો પરિવારને બહુ ખ્યાલ ન પણ હોય તેમજ આવી સંપત્તિને કારણે બાબરા છોડવું પડ્યું અને સંપત્તિ જ કાઠીઓની નજરમાં હતી જેથી ખોટા-ઝઘડા-વેર-મતભેદો ન થાય. અને પોતાના દિલને પણ લાગી આવ્યું હોય જેથી પોતાના હાથે રાજીખુશીથી સંપત્તિનો સદુપયોગ કરીને નિકાલ કરાવ્યો હોય જેથી પાછળથી કંઈ માથાકુટ ન. થાય અને અહંકાર ન થાય.
આમ મારી બુદ્ધિ-શાન- અને મંતવ્ય મુજબથી ઉક્તદર્શાવેલ કારણોસરથી દાદાજી પાસે સંપત્તિહોવા છંતાં સાવ નાનું ઓટલા ઉપર મંદિર કરેલ મોટું મંદિર ન કરાવ્યું હોય તેમ જણાય છે તેમજ પોતાની અઢળક સંપત્તિનો પણ ઉક્ત કારણોથી નિકાલ કરાવ્યો હોય કે ખલાસ થઈ ગઈ હોય તેવું મારું નમ્ર પણે મંતવ્ય છે. આ મારા અંગત વિચારો છે તેમ છતાં કોઈ પણ પરિવાર પાસે કે દાદાજીના વંશજોને પૂછવાથી સાચી હકીકતો હોય તો તે(પ્રશ્નોત્તરી) અંગેથી સ્પસ્ટતાથી સંકોચ રાખ્યા વગર જવાબ આપવા આવે તે મારી નમ્ર વિનંતી છે