ભાયાણી વ્યાસની પૂરી ઓળખ
૧ બ્રાહ્મણ : ઔદિચ્ય સહસ્ર શિહોર સંપ્રદાય ખરેડી સમવાય બ્રાહ્મણ
ર અવટંક : વ્યાસ. (ભાયાણી વ્યાસ - મૂળ આશાવલા વ્યાસ)
૩ વંશ : જમદગ્નિ
૪ ગોત્ર : વત્સસૂ
પ વેદ : સામવેદ
૬ શાખા : કૌથુમિ
૭ ગણપતિ : વક્રતુંડ
૮ દેવી : આશાપુરી
૯ શિવ : સોમનાથ
૧૦ ભૈરવ : આનંદ
૧૧ શર્મ : ઇન્દ્ર
૧ર પ્રવર : પાંચ. (૧) વત્સસૂ (ર) ચ્વવન (૩) આપ્લવાન (૪) ઔર્વ(૫) જમદગ્નિ
૧૩ ઇષ્ટદેવ : શ્રી સોમનાથ મહાદેવ તથા શ્રી ખરડેશ્વર મહાદેવ, ગામ-ખરેડી, તા. કાલાવાડ
૧૪ ફૂળદેવ : શ્રી ખેતલાદાદા, ગામ - ધોળીધાર તા. જામકંડોરણા
૧૫ મૂળવતન : આશાવલ (હાલનું અમદાવાદનું જમાલપુર)
આપણા, ભાયાણી વ્યાસના આદિપુરુષ શ્રી ભાયજી વ્યાસ છે. શ્રી ભાયજી વ્યાસ પહેલાં બાબરા રહેતા હતા. શ્રી ભાયજી વ્યાસના પિતાશ્રી શ્રી વૈકુંઠ વ્યાસ આશાવલા વ્યાસ હતા. આમ ભાયાણી વ્યાસ મૂળ આશાવલા વ્યાસના જ વંશજો કહેવાય. ભાયાણી વ્યાસ અને આશાવલા વ્યાસનાવંશ, ગૌત્ર, પ્રવર બધું જ સરખું છે. શ્રી ભાયજી વ્યાસ એક સમર્થ, પરાક્રમી, ધનવાન અને તેમના સમયના જ્ઞાતિના આગેવાન નેતા હતા. લગભગ સંવત ૧૮૩૦ (૨૩૩ વર્ષ પહેલા) આશાવલા વ્યાસના મૂળ ઇષ્ટદેવ બાબરાના ઘુડીયા શ્રીખેતલાદાદાએ ધોળીધારમાં દર્શન આપી આશીર્વાદ આપ્યા અને કષ્ટમુક્ત કરી સહાય કરી ત્યાર પછી આપણે સર્વે ભાયા વ્યાસના (ભાયજી વ્યાસના) વંશજો ભાયાણી વ્યાસ કહેવાયા. અત્યારે ભાયજી વ્યાસના વંશજો ૧૪મી પેઢીએ છે. આશાવલા વ્યાસના કૂળદેવ બાબરા બિરાજે છે. જે બીજા સ્વરૂપે ભાયાણી વ્યાસ માટે ધોળીધાર બિરાજે છે.
શ્રી ભાયજી વ્યાસ
શ્રી ભાયજી વ્યાસ દરેક ભાયાણી વ્યાસના આધ્ય પુરુષ છે. શ્રી ભાયજી વ્યાસથી આપણે ભાયાણી કહેવાયા. તેઓ સંવત્ ૧૮૩૦થી ૩રમાં મેવાસા આવ્યા,જેતપુર દરવાજે વ્યાસ ચત્રભુજ મુળજીવાળા મકાન બાંધ્યા. ભાયા વ્યાસને ત્રણ દિકરા હતા. (૧) રણછોડજી (૨) ઓધવજી અને (૩) માધવજી (નાના), આ ત્રણેય દિકરાઓના વંશજો અત્યારે ૧૪મી પેઢીએ છે. (દિકરાઓના વંશજો માટે આંબો (વંશવૃક્ષ) અતિથિગૃહમાં ચિતરાવ્યો છે.) શ્રી ભાયજી વ્યાસના પિતાશ્રી વૈકુંઠ વ્યાસ બાબરા રહેતા હતા તેઓ આશાવલા વ્યાસ. રેવા ભટ્ટને નજીકના સગા થતા હતા. રેવા ભટ્ટ આશાવલા વ્યાસ હતા. પરંતુ તેમના વડીલો જ્યોતિષ, કર્મકાંડ અને રજવાડામાં કથા વાર્તાનું કામ કરતા હતા. ત્યારથી તેઓ વ્યાસ હોવા છતાં ભટ્ટ અવટંકથી તેમના વંશજો ઓળખાવા મંડ્યા. આ સમયમાં શ્રી ભાયજી વ્યાસના પિતાશ્રી વૈકુંઠ વ્યાસ બાબરા રહેતા હતા તેઓ આશાવલા વ્યાસ. રેવા ભટ્ટને નજીકના સગા થતા હતા. રેવા ભટ્ટ આશાવલા વ્યાસ હતા. પરંતુ તેમના વડીલો જ્યોતિષ, કર્મકાંડ અને રજવાડામાં કથા વાર્તાનું કામ કરતા હતા. ત્યારથી તેઓ વ્યાસ હોવા છતાં ભટ્ટ અવટંકથી તેમના વંશજો ઓળખાવા મંડ્યા. આ સમયમાં ભાયજી વ્યાસ, રેવા ભટ્ટ, (સનાવડા ભટ્ટ), ગણેશપરમાનંદ, ભવાન પંડ્યા, કેશવજી દવે,અને ખરેડીના દવે, રત્નાકર પુરુષોત્તમ આ પુરુષો સિહોર સંપ્રદાયની સોરઠ, હાલાર, કચ્છ વગેરે પ્રદેશની જ્ઞાતિના આગેવાન હતા. ઉપરાંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા અને નાતને દોરવણી આપતા હતા. આમાં ભાયજી વ્યાસ અને રેવા ભટ્ટ ધનાઢય તરીકે નાતના વરા ખરામાં તથા રાજ રજવાડાની લાગવગમાં હરિફાઈ થતી. ભાયજી વ્યાસે બાબરા, બગસરા વગેરે ગામ કાઠીઓને ધીરધાર કરી ઇજારે રાખ્યા હતા. તે વખતમાં ભાયજી વ્યાસ શ્રીમંત અને વિદ્ધાન તરીકે પૂજાતા હતા. અને રેવા ભટ્ટ જૂનાગઢ અને તેને લગતા રાજયમાં કર્તા હર્તા હતા.
સંવત ૧૮૨૭માં ભાયજી વ્યાસે પોતાના પિતા વૈકુંઠ વ્યાસના કારજમાં આખા કાઠીયાવાડની શિહોર સંમવાયની નાતનું તેડું કર્યું હતું. પિતાનું કારજ ઉકેલ્યા પછી હોમાત્મક સહસ્ર ચંડી અને અયુતરૂદ્રાભિષેક યજ્ઞો પોતાના ઇષ્ટદેવ ધુડીયા ખેતલાદાદા બાબરા ગામ બહાર સ્થાનક પાસે કર્યા. આ વખતે હજારો બ્રાહ્મણોના ઉતારા માટે તંબુઓ તાણ્યા હતા. આ વખતે નાતત્તે નવ ૯ દિવસ સુધી વિવિધ મિષ્ટાન ભોજન કરાવી છેલ્લે દિવસે આખી નાતતતે એક ચાંદીની અને એક સોનાની એમ બે બે ટબુડીનું દાન કર્યું. ત્યારે દેશાવરમાં ભાયજીની વાહ વાહ બોલાઈ ગઈ.
ત્યાર પછી ચાર વર્ષે ભાયજી વ્યાસને બાબરા છોડવું પડ્યું. વાત એમ બની કે કાઠી દરબારો ઉપર ભાયજી વ્યાસનું લાખો કોરીનું કરજ થઈ ગયું હતું. તેથી તેઓને થયું કે આ કરજમાંથી છુટી ગામ છોડાવી શકીશું નહિ. ભાયજી વ્યાસે સોના ચાંદીની ટબુડીના લાણા કર્યા. એટલે તેની પાસે ઘણો પૈસો છે માટે કરજમાંથી છુટવા શું કરવું એ સારું દરબારોએ અંદર ચર્ચા ચલાવી તેમાં મોટેરા, વૃદ્ધ અને અનુભવી પણ હતા. તેઓનો મત થયો કે ભાયજી વ્યાસ વિદ્દાન બ્રાહ્મણ અને આપણા પૂજનીય છે તો આપણે તેને પગે પડી કરજ માફ કરવા કહેવું ત્યારે બીજા વર્ગના દરબારોનો મત થયો કે ભાયજી વ્યાસ કરજ કદી માફ નહે કરે ભાયજી વ્યાસની કતલ કરી તેનો પૈસો ટકો લુંટી લેવો, છેવટે આ વર્ગના બહુમતથી ભાયજી વ્યાસને મારી નાખવાનો નિર્ણય કર્યો. મોટેરાઓ અને ગલ્ઢેરાઓ આ બાબતમાં તટસ્થ રહ્યા.
ભાયજી વ્યાસને બાબરાના ઘુડીયા ખેતલાદાદા વંશપરંપરા ઇષ્ટદેવ હતા, ઉપરાંત ભાયજી વ્યાસને ક્ષેત્રપાલ ખેતલાદાદાનું ઇષ્ટ પણ હતું , એટલે ખેતલાદાદાએ દરબારોના નિર્ણયની રાતે ભાયજી વ્યાસને સ્વપ્નમાં આવી કહ્યું કે તારે જે લેવાય તે લઈ સાવચેતીથી બાબરા છોડી ચાલ્યો જા, નહિ તો ત્રણ દિવસમાં તારુ ખૂન થશે. હુ તારુ રક્ષણ કરીશ. તરત જ ભાયજી વ્યાસે પોતાના રણછોડજી, ઓધવજી, માધવજી ત્રણે ય દીકરા તથા વિશ્વાસુ નોકર, ચાકર, ખેડુતો, સિપાઈઓ, વગેરેની સલાહ લઈ તત્કાલ તૈયારી કરી. બીજે દિવસે આખુ ગામ ભર ઉંઘમાં સૂતું હતું ત્યારે
- એક હાથી - ૨૫ ઘોડા - ૪ સાંઢીયા - ૧૦૦ બળદની જોડ
બીજી રીયાસત, ઘરવખરી, સર-સામન, પૈસો ટકો વિગેરેના ૯૦ ગાડા ભરી કુટુંબ સાથે રવાના થયા. બીજે દિવસે પાછળ રહેલા ભાયજી વ્યાસના નમકહલાલ નોકરોએ તેના ડહેલાની ચોકી કરી બપોર સુધી ભાયજી વ્યાસ ચાલ્યા ગયાની ખબર પડવા દીધી તહિ. પણ ખબર પડી ત્યારે આખા ગામમાંઅને દરબારોમાં ખળભળાટ થઈ ગયો. ભાયજી વ્યાસને રવાના થયાને ૧૨ થી ૧૩ કલાક નિકળીગયા હતા અને તેણે ૨૦ થી ૨ર ગાઉનો પંથ કાપી નાખ્યો હતો એમ કરતાં ભાયા વ્યાસ ધોળીધારથીગાઊ એક છેટા રહ્યા ત્યા કાઠી દરબારોના ઘોડેસ્વારોની ધુળની ડમરી છેટેથી દેખાઈ તે જ સમયે ભાયજીવ્યાસ જે સગરામમાં બેઠા હતા તેનું પૈડું તુટી ભાગી ગયું. બધા નીચે ઉતર્યા. ઉપર ભય નજીક આવતોજાય છે. શું કરવું ! ભાયજી વ્યાસે પોતાના ઇષ્ટદેવ ક્ષેત્રપાલ ખેતલા દેવતાનું સ્મરણ કર્યું. તે જ ક્ષણેરજવાડી વેશમાં સુંદર ઘોડા ઉપર બેઠેલો એક હથીયારધારી પુરુષ એમની પાસે આવતો દીઠો. તે નજીકઆવી ઉભો રહ્યો અને આજ્ઞા કરતો હોય તેમ કહ્યું 'ઓ મારા ભક્ત'આ શબ્દો નીકળતાં ભાયજીવ્યાસ જાણી ગયા કે મારા ઇષ્ટદેવ મારી રક્ષા કરવા આવી પહોંચ્યા છે. તુરત જ પગ પકડી સ્તુતિકરવા લાગ્યા. તે પુરુષે કહ્યું ‘પ્રિય ભક્ત આ તારી પાસે પડેલા પાણા ઉપાડી તેનાથી પૈડાંને સમા કરીચાલતો થા. આ ત્રણેય પથરાને મારુ સ્વરૂપ માની સાથે લેજે. અને સામે જે ધાર ઉપર ગામ છે. ત્યાંઆ મારા સ્વરૂપની સ્થાપના કરજે અને તે ગામમાં વસજે. હું જેમ બાબરામાં રહુ છું તેમ ધોળીધારમાંરહીશ અને તારા વંશજોનું રક્ષણ કરીશ. હવેથી તારા વંશજોએ બાબરા જાવું નહિ પણ ધોળીધારઆવવું.'
આમ કહી તે પુરુષ દક્ષિણ દિશા તરફ ઘોડો દોડાવી થોડી વારમાં અદશ્ય થઈ ગયા. ભાયજી વ્યાસે ઇષ્દદેવની આજ્ઞા પ્રમાણે કર્યું કે તુરત પૈડું સાજું થઈ ગયું. ત્રણેય પત્થરને સાથે લઈ સામે ગામ ધોળીધાર ગયા, ત્યાં ઓટો ચણાવી દેવની સ્થાપના કરી અને તે ગામમાં પોતે વસવા લાગ્યા. મહીના પછી ત્યાંથી એક ગાઉ છેટે જીવા સતાયે બંધાવેલા જંગી ગઢવાળા મેવાસામાં મકાન બંધાવી ત્યાં રહેવા લાગ્યા.
મહીના પછી કાઢી દરબારોના કાસદ સાથે એક બે કાગળ આવ્યા તેમાં પોતાના જુવાનીઓએ ભૂલ કરી હતી તે માટે માફી માંગી અને ભાયા વ્યાસને પગે લાગવા આવવાની માંગણી કરી. ભાયા વ્યાસે મોટું મન રાખી તેડાવ્યા, બધાને સત્કાર્યા થોડા દિવસ રાખ્યા. કસુંબા વખતે એક ગલ્ઢેરાયે વાત કરવા માંડી કે ‘બાપ તમે તો ગજબ કરી, છોકરા ભાઈડાની મુરખાઇની વાત જાણી ગયા અને આગળથી નવાબ સાહેબના અસ્વારોને ધોળીધાર ઢુંકડા આડા ઉભા રાખ્યા. ધોળીધાર દોઢેક ગાઉ છેટે હતું ત્યાં દરબારોના ઘોડાને પચાસેક અસ્વાર આડા પડી ઘેરવા મંડ્યા અને ધમકાવ્યા કે અલા ક્ષત્રીય થઈને બ્રાહ્મણો પર ઘા કરો છો ? એક ડગલું આઘા ખસશો તો માર્યા જશો. જેમ આવ્યા તેમ પાછા જાઓ. એટલે બધાય વીલે મોઢે પાછા ફર્યા અને ભાયજી વ્યાસને જૂનાગઢ જેવો ઓથ તેને માટે આપણે વેર બાંધ્યું મોટેરાઓનું માન્યું નહિ તેમ પસ્તાવો કરતા ઘેર આવ્યા. બાપા તમે તો ભારે કરી આટલી અમને ખબર નહિ હવે અમારો ગુનો માફ કરો,' આમ અનેક વાત થઈ, કસુંબા પી, સાથે જમી બે-ચાર દિવસ રહી, મનામણા કરી દાયરો બાબરા ગયો. આ બનાવ સંવત્ ૧૮૩૦-૩૧માં બન્યો.
ત્યારથી ભાયા વ્યાસ આશાવલા વ્યાસ છતાં ભાયાણી કહેવાયા. તેના વંશજો ધોળીધાર ખેતલે જાય છે. વરઘોડીયાની છેડાછેડી ત્યાં છૂટે છે. દીકરો આવે તો પગે લગાડવા જાવું પડે છે. દર્શને જાય ત્યારે લીલી અને પીળી બે ધજા, સવાશેર સાકર, સવા કોરી રોકડી, (હાલ સવાસો રૂપિયા) ૫૦નાગરવેલના પાન, નાળીયેર, વિ. ધરવા પડે છે. દાદાને દૂધ તથા જળથી સ્નાન કરાવી સિંદૂર ચોપડી, ધૂપ, ઘીનો દીવો કરી સૌ પગે લાગે છે.