Our Khardeshwar Mahadev
ૐ નમઃ શિવાય
છે મંત્ર મહા મંગલકારી, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય, એ જાપ જપો સહુ નરનારી, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયએ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા; કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.
ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિ એ રસપાન કરે; શ્રીવ્યાસ સદા મુખથી ઉચ્ચરે, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
યમ-કુબેર-ઇન્દ્રાદિક દેવ કહે, આ મંત્ર સદા જપવા જેવો; શ્રદ્ધા રાખીને શિવને સેવો, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ઋષિમુનિઓ જેના ધ્યાને છે, વળી વેદ પુરાણને પાને છે; બ્રહ્માને વિષ્ણુ વખાણે છે, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.
એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે, વળી તન મનનના સહુ તાપ ટળે; છેવટ મુક્તિનું ધામ મળે, ૐનમઃ શિવાય ૐ નમઃ શિવાય એ મંત્ર સદા છે સુખકારી, ભવસાગરથી લેશે તારી; પ્રેમથી બોલો સંસારી, ૐ નમઃ શિવાયૐનમઃ શિવાય