Our Kuldevi
ધોળીદાર મુકામે બીરાજતા કૂળદેવ શ્રી ખેતલાદાદા માટે ભાયાણી વ્યાસ પરિવાર સહુ એકમતજ છે. પરંતુ ફૂળદેવી માટે મતમતાંતર છે. ઘણા ભાઈઓ મા અંબાજી માતાજીને કૂળદેવી માને છે,કોઈ મા ભુવનેશ્વરી માતાને, કોઈ ભવાની માતાને તો કોઈ મહાકાળી માતાને ફૂળદેવી માને છે. ચર્ચાકરતાંજાણવા મળ્યું કે આ માન્યતા મોઢાની વાતની છે. કોઈ નક્કર પુરાવા કે લખાણ બતાવી શકતાનથી. આથીભાયાણી વ્યાસ પરિવારના કૂળદેવી કયા છે તે ગંભીર વિચાર માગતો અને સંશોધનનોલગતો પ્રશ્ન બન્યો છે. આ બાબતે દરેક ભાઈઓએ ખંતથી મહેનત કરી બને તેટલા પુરાવા એકઠાકરી આ ધાર્મિક લાગણી બાબતે ચોક્કસ નિર્ણય થવો ખાસ જરૂરી છે. પછી એકમત થઈ આ નિર્ણયબધા જ ભાઈઓના ધ્યાન ઉપર લાવવો પણ એટલો જ જરૂરી છે.
અમે એકત્ર કરેલ માહિતી મુજબ શ્રી આશાપુરી માતાજીનો કૂળદેવી તરીકે ઉલ્લેખ મળે છે.જો કે રાજકોટ અને મુંબઈના ઘણાખરા ભાઈઓ શ્રી આશાપુરી માતાજીને કૂળદેવી તરીકે માને છે,પૂજે છે અને ઉપાસના કરે છે.
અહીં અમે પુરાવા અને વિગત એકઠી કરી છે તે રજુ કરીએ છીએ.
૧. વત્સસ્ ગોત્રના વ્યાસને આશાવલ ગામ દાનમાં આપ્યું તે તામ્રપત્ર લેખમાં મા આશાપુરીને કૂળદેવી રૂપે દર્શાવેલ છે. જે નીચે મુજબ છે.
ર. શ્રી મગનલાલ ભ. જોષીના પુસ્તક “ઔદીચ્ય ભાસ્કર” માં પાના નં. ૧૨૮/૧ર૯ ઉપર આશાવલા વ્યાસ બ્રાહ્મણોની વિગતમાં મા આશાપુરી કૂળદેવી તરીકે દર્શાવેલ છે. ઉપરાંત પાના નં. ૬૪ ઉપર પણ કૂળદેવી આશાપુરા દર્શાવ્યા છે.
૩. શ્રીસત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ર મંડળ, અમદાવાંદ તરફથી પ્રસિદ્ધ થયેલ માહિતી પુસ્તિકામાં પાના નં. ૩૦ ઉપર આશાવલા વ્યાસની વિગતમાં મા આશાપુરી માતાજીને ફૂળદેવી તરીકે દર્શાવેલ છે.
૪. શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય મંડળ, અમદાવાદનો દળદાર ૫૩૦ પાનાનો “બ્રહ્મ-તેજવિશેષાંક” નવેમ્બર-૨૦૦ર૨ માં પ્રસિદ્ધ થયેલ. જેના પાના નં. ૪૮ ઉપર આશાવલા વ્યાસ -ભાયાણી વ્યાસના કુળદેવી “આશાપુરા” દર્શાવેલ છે.
આશાપુરી માતાજીના નિવેદ
આશાપુરી માતાજીના નિવેદ જેમના કૂળદેવી છે તેમના ઘરે કરવામાં આવતા નિવેદ આસો સુદનોમના થાય છે.
નિવેદ : ખીર, પુરી, ચણા, વડા, ભજીયા, દાળ-ભાત, શાક વરા પ્રમાણે થાય છે.
નૈવેધ : આસો સુદ નોમના દિવસે સાંજે ધરાવવા.