ભાયાણી વ્યાસનો ઇતિહાસ
આપણું “વત્સસ્” ગોત્ર છે. જે શ્રી “ભૃગુઋષિ” થી શરૂ થાય છે. શ્રી ભૃગુઋષિ ના પિતાશ્રી કે ગુરૂ “શ્રી વરુણદેવ” છે. અને માતા “ચાષણી” છે. દાદા “બ્રમ્હા” અને દાદી “બ્રમ્હાણી” છે. શ્રી ભૃગુઋષિ ના પત્ની “પુલોમાં” છે. તેમજ બ્રમ્હા ના સપ્તઋષિ પૈકીના એક માનસપુત્ર અને પ્રજાપતિ છે. તેમજ ભૃગુઋષિ ને “ભાર્ગવ” પણ કહેવામા આવે છે
શ્રી ભૃગુઋષિએ ખૂબ જ તપ કરેલા છે. તેમજ પૌરાણિક કથન અનુસાર વિષ્ણુ ભગવાનને વક્ષ સ્થળ ઉપર લાત મારવાથી (ભૃગુ-લાંછન) લાગતાઅને તેમના પુત્રી અને શ્રી વિષ્ણુભગવાનના પત્ની લક્ષ્મીજીએ શ્રાપ આપેલ છે જેદોષ દૂર કરવા શ્રી ભૃગુઋષિએ એક સંહિતા ગ્રંથ તૈયાર કરેલ જે આજે પણ મહાન જ્યોતિષ નો ગ્રંથ “ભૃગુસંહિતા” ના નામ થી પ્રસિદ્ધ છે. આવા મહાન દેવ સમાન આપણાં પૂર્વજો છે.
શ્રી ભૃગુઋષિ અને તેમના પત્ની પૂલોમાંથી “શ્રી ચ્યવનઋષિ” નો જન્મ થયો અને તેમના પત્ની “શર્યાતિ” રાજાની પુત્રી “સુકન્યા” છે. સુકન્યા એ પતિ ની ખૂબ જ સેવા કરી અને અશ્વિનીકુમારોની મદદ થી ચ્યવન ઋષિ ને નવયૌવન પ્રાપ્ત થયેલ હતું. શ્રી ચ્યવન ઋષિ એ અશ્વિનીકુમારોને યજ્ઞભાગ અપાવી દેવોના વૈધની કશા અપાવી છે. અને આજના યુગમાં પણ વાજીકરણરસાયણ તરીકે ચ્યંવનપ્રાસ પ્રખ્યાત છે. તેમજ શ્રી ભૃગુઋષિ નો આશ્રમ નર્મદા કાંઠે ભરુચ ની આસપાસ માં છે અને શ્રી ચ્યવનઋષિનો આશ્રમ દેવપ્રયાગ, ગયા પાસે છે જે વ્યાસ આશ્રમથી પુરાણકાળમાં પ્રખ્યાત હતો.
શ્રી ચ્યવનઋષિ અને સુકન્યાના સહવાસથી “આપ્તવાન” પુત્ર થયો. તેઓ ખૂબ જ જ્ઞાની, વિધ્વાન, તત્વજ્ઞાની હતા. જેથી પોતાના સુક્ષતમયોગ થી પોતાના સ્થૂળ શરીર ને સુક્ષ્મ બનાવી સમુદ્રના મધ્યમાં કઠોર તપ કરીને આત્માની ઉન્નતી કરેલ. જેથી તેણે લગ્ન કે વંશવૃદ્ધિ કરેલ નથી. શ્રી આપ્તવાનનો આથી કોઈ ઇતિહાસ નથી કે આશ્રમ નથી.
શ્રી ચ્યવનઋષિ અને સુકન્યાથી બીજો પુત્ર “ઓર્વઋષિ” ઉત્પન્ન થયા જે વડવાનલઅગ્નિના બીજા જન્મ ના અવતાર રૂપ છે. (હરિવંશ પુરાણ – અધ્યાય-4 ના પાનાં નં ૫૧) રાજાબાહુની યુદ્ધ માં હાર થતાં પત્ની સહિત ગુપ્ત રીતે વનમાં ગયા. વનમાં તેમનું મૃત્યુ થતાં તેમના પત્ની સતી થવા જતાં ત્યાં ઓર્વઋષિનો આશ્રમ હોવાથી તેણે જાણ થતાં રાજાબાહુના પત્ની ગર્ભવતી છે અને આવી જીવહિંસા થતાં સમજાવીને સતી થતાં રોકી પોતાના આશ્રમ માં નિવાસ આપીને રાખ્યા. અને તે રાજાબાહુની પત્નીને ઉત્તમ પુત્ર ઉત્પન્ન થયો. એને શિક્ષા, સંસ્કાર, જ્ઞાન આપ્યા અને દિક્ષા આપી. આ પુત્ર નું નામ “સગર” નામ પાડ્યું. અને “કુશ્વાકુ વંશ” આગળ વધાર્યો. શ્રી સગર તપસ્વી રાજા થયા. લોક-પ્રજાના હિત વર્ધક કાર્ય કરીને ધર્મ, સંસ્કૃતિમાં ઘણું જ યોગદાન આપ્યું. પછીથી તેઓ સગર માથી “સાગર” થયા હતા.
ઉક્તપુરાણ માં ઓર્વ ઋષિનું ઉપનામ “ઋચિક” પણ હતું તેમ જણાવેલ છે. ધર્માત્મા ગાંધીરાજાની પુત્રી “સત્યવ્રતી” સાથે ઓર્વ- ઋચિક ના લગ્ન થયા (ઉક્તરાજાની શ્યામવર્ણ સફેદ વર્ણ ના એક હજાર ઘોડાની શરત પૂરી કરતાં) તેના થકી “જમદગ્નિ” ઋષિ થયા. જમદગ્નિ મહાન તપસ્વી અને ઇછાપૂર્ણ “કામધેનુ” હતી. તેના અનુસંધાને સહસ્વ્ર્જુન સાથે લડાઇઓ થઈ અને તેઓ દેહ વિલય થયો. શ્રી જમદગ્નિ ઋષિ નો એક આશ્રમ ગીરમાં તાલાલા અને જામવાલના જંગલમાં પણ છે.
શ્રી જમદગ્નિ ઋષિના લગ્ન રાજા દેવ કન્યા “રેણુકા” સાથે થયા હતા. શ્રી રેણુકામાતા ચોસઠ જોગણીઓ પૈકી ની એક જોગમાયા છે. તેમને સાત પુત્રો થયા તે પૈકી એક આપણાં “વત્સસ્” રુચિ અને “શ્રી પરસુરામ” પણ ઉત્પન્ન થયા.
શ્રી જમદગ્નિ અને રેણુકાથી આપણાં ગોત્રના ઋષિ શ્રી વત્સસ્ ઋષિ ઉત્પન્ન થયેલા. શ્રી વિષ્ણુભાગવાન ના વક્ષસ્થલ પરના (વત્સસ્) ચિન્હ સમા આપણાં ગોત્ર ઋષિ પ્રેમાળ, દયાળુ, તપસ્વી, જ્ઞાની અને બુદ્ધિશાળી, શ્રેસ્ઠ ગુણોવાળા નિરાભિમાની હતા. તેમજ ન્યાય અને વૈશ્વિક ચેતના દર્શન ના રચયિતા મહાસમર્થ ખુબજ વિધ્વાન અને ગાયોની ખુબજ સેવા કરનારા અને દરેક ઋષિના કાર્યો કરતા જેથી દરેક ઋષિ સ્નેહ, પ્રેમ, વાત્સલ્ય ભાવથી આપણાં ગોત્ર પ્રવર્તક ઋષિનું નામ “શ્રી વત્સ” કે “વત્સસ્” થયું છે. મહારાજા શ્રી મૂળરાજ સોલંકીએ આશવલ ગામ (હાલ નું અમદાવાદ) દાન માં આપેલ આથી આપણે આશવલા વ્યાસ કહેવાયા છીએ.
શ્રી વત્સસ્ઋષિ એ ધર્મ, નીતી અને ન્યાય ના ઉત્થાન માટે આખા હિંદુસ્તાનનો પ્રવાસ કરેલો. શર્યાતિ રાજાઓ હસયુ પ્રજા ને ગુલામીમાં રાખતા અને વેઠ કરાવી ત્રાસ આપતા હતા જેથી શ્રી વત્સસ્ ઋષિએ સ્નેહ પ્રેમ અને ન્યાય-નિતી થી શર્યાતિ રાજાઓની ગુલામીમથી હસયુ પ્રજાને છોડવી હતી. આ ઉપકારના ફળ સ્વરૂપ અમુક હસ્યુલોકોએ પોતાની કન્યાઓને શ્રી વત્સસ્ ઋષિની સેવા માટે અર્પણ કરેલ.
આવી રીતે અછૂતજાતિના સંપર્કનાકારણે મેઘાતીથી ઋષિએ અછૂતનું મેણું મારતા શ્રી વત્સસ્ ઋષિએ મેઘાતીથીના ગુરુ શ્રી કણ્વે ઋષિ પાસે ન્યાય માગતા શ્રી કણ્વેઋષિએ શ્રી વત્સસ્ઋષિ ની અગ્નિ પરીક્ષા લીધી હતી. જેમાં સામવેદ ના તાંડય બ્રાહમણ ગ્રંથ (૧૪/૬/૧૦) અનુસારસામગાન ->||त्रहिन्द्र यि यन्मन्यसे|| આ ઋચાનો દશરાત્રે સર્વેસ્વર ગાયણે સિદ્ધ કરી ઉક્ત મંત્રથી અગ્નિમાં પ્રવેશ કરતા અગ્નિએ તેમના વસ્ત્રો કે શરીર ણે જરાપણ સ્પર્શ કરાવ્યો નહીં, અને અગ્નિ પરીક્ષા પાસ કરી – અછૂતના- મેણામાથી મુક્ત થયા હતા જેને વાત્સસામ – આતેવત્સા – ઋચાયર – ઉહથી દશરાત્ર પર્વ (૭/૧૭) માં પકીત છે.
શ્રી વત્સસ્ ઋષિએ સ્નેહ-પ્રેમ ભર્યા વર્તણૂકથી ઘણી જ કન્યાઓ સાથે લગ્ન કરેલા હોવાથી આપણાં બ્રામહણોમાં ઘણા જ સમવાયમાં વત્સસ્ ગોત્ર તેમની વૈશ્વિક-વિશાળ ભાવનના કારણે આ ગોત્રનો ખૂજ જ વિસ્તાર થયેલો છે. તેમજ ચીત્રશર્મા + અલર્ક અને કાશીનરેશ દીવોદાસ વિગેરે શ્રી વત્સસ્ ઋષિના પુત્રો છે. તેમના ઘણા બધા પુત્રો અને ઘણી જ વંશવૃદ્ધિ થયેલ છે.
કલ્યાણ નો “અવતાર” વિશેષ અંકના પાનાં નં ૨૭-૨૮ ના કોષ્ટકના નં ૩૦૦/૦૧ અન્વયેથિ શ્રી વત્સસ્ઋષિ ઉતરદિશાના ચમત્કારપૂર પાસે આવેલ ઉદીચીતિર્થ માં રહેતા હતા આથી આપણે ઔદિચ્ય બ્રામહણ થયા છીએ. તેમજ શિવના યોગેશ્વરાવતાર તે પૈકી એક સોમ શર્મા શિવ ના અવતાર થયો. તેમની પાસેથી શ્રી વત્સસ્ઋષિએ શિક્ષા અને દિક્ષા લીધી હતી તેમજ ઘણા ઋષિઓ પાસે થી દિક્ષા લઈને ઘણું જ વિસ્તૃતજ્ઞાન સંપાદન કરેલ. જે અન્વયે શ્રી વત્સઋષિએ વાસુકિનાગ દેવતાની ઉપાસના કરીને વિષજન્ય જ્ઞાન મેળવેલ હોવાથી આ કથનથીઆપણે બોંતેર પ્રકારના દેવતાઈ નાગ પૈકી ધુળીયાનાગ દેવતાને આપણાં કુળ કે ઇષ્ટ દેવતા તરીકે પુજીએ છીએ. જે આપણે ગોત્રઋષિની વંશપર્મપરા જાળવી રાખી છે. વત્સસ્ઋષિ ના ભારતભરમાં ઘણા આશ્રમ હસે તે પૈકી મહારાષ્ટ્રમાં અકોલાથી ૮૦ કી.મી. દૂર વાસીમ ગામમાં ખંડેર હાલતમાં આશ્રમ છે.
સોમનાથ મહાદેવ પહેલાયુગમાં ભૈરવેશ્વર મંદિર હતું અને લિંગ કે મુર્તિ ઘણી જ સૌમ્ય + આનંદિત હતી. આપણાં ગોત્ર પ્રવરનાઋષિઓ તેમની ઉપાસના કરતાં જેથી ઉક્ત કથન થી આપણાં આનંદ ભૈરવ છે. તેમજ શિવ અવતાર સોમશર્મા તેમજ અસિપુત્ર (ચંદ્રગ્રહ) ના શ્રાપમુક્ત અન્વયે સોમનાથ જ્યોતિર્લીંગ પ્રચલિત થયું અને આપણાં વત્સઋષિ સોમશર્મા ના શિષ્ય હોવાથી આપણાં સોમનાથ મહાદેવ પૂજનીય થયા છે અને ઈસ્ટદેવ તરીકે પાણ પૂજિએ છીએ.
આપણાં ગોત્ર-પ્રવરના ઋષિઓ ઘોર જંગલમાં સ્થાયી થયીને આશ્રમ સ્થાપીને સાધના, તપ, યજ્ઞ કરતાં ત્યારે હિંસક પશુઓ અને દાનવો તથા રાક્ષસો ઉક્ત કાર્યમાં વિધનો નાખીને હેરાન પરેશાન માયાવી શક્તિથી કરતાં રહેતાજેથી મુખ્ય ૨૪ ગોતરના ઋષિઓ બ્રહ્મજ્ઞાનથી ૨૪ શક્તિઓ માતૃકાઓને પોતાના તેમજ આશ્રમ ના રક્ષણ-સુરક્ષાઅંગે ઉત્પન્ન કરેલ જે પૈકી આપણાં ઋષિએ તેમની સ્નેહ-વાત્સલ્યભાવ અને પ્રેમથી પોતાની માતા રેણુકાદેવી નીસહાયથી રક્ષણ મેળવીને પોતાની ઇછાઓ આશાઓ પૂર્ણ કરેલ જેથી ઈચ્છા + આશા પૂર્ણ થતાં જે રેણુકાદેવી માથી આપણાં ગોત્ર અને કુળના કુળદેવી – આશાપુરી-થયા છે.
અમુક તુંડમિજાજી (રાજસીક + તામસિક) શત્રુઓ પાણ હેરાન અને પરેશાન કરતાં હતા આથી આપણાં ઋષિઓ અને પ્રવરના ઋષિઓના વંશજોએ ઉક્ત તામસિક શત્રુઓના ત્રાસથી બચવા અમુક તાંત્રિક સાધનાઓ કરેલ જે પૈકી વક્રતુંડ ગણપતિની સાધના કરી તામસિક બાધાઓ દૂર કરેલ જેથી આપણે વક્રતુંડ ગણપતિજીને પૂજિએ છીએ. તંત્રમાં – ઉચ્છીષ્ટ - અને દેશી તળપદી ભાષામાં બોડિયો ગણેશ કહે છે.
આપણાં ઋષિઓએ સામવેદનું જ્ઞાન કૌથુમી ઋષિ પાસેથી લીધેલ જેથી આપનો સામવેદ અને કૌથુમી શાખા છે. તેમજ ધર્મનું આચરણ ગૌતમ ધર્મસૂત્રને અનુસરવાનું છે. વ્યવહારિક અને સંસ્કાર તેમજ ગૃહિજ્ઞાન ગોલિભ ઋષિ પાસેથી લીધેલ હોવાથી આપણું ગોલિભ ગૃહસૂત્રને અનુસરવાનું રહે છે. તેમજ ગુજરાતનો ઇતિહાસ + શ્રી મૂળરાજ સોલંકીનો ઇતિહાસ અને ઔદિચ્ય પ્રકાશ + શ્રીસ્થલ પ્રકાશ + ગુજરાતમાં બ્રાહમણોનો ઇતિહાસ વિગેરે ગ્રંથોનુસાર – આશાવલ- ગામ દાનમાં મળેલ જેથી આપણે આશાવલા વ્યાસ છીએ અને આશાવલ ગામ જે અમદાવાદ ઢોલની પોળ,આસ્ટોડીયાદરવાની પાસે આશાપુરીનો ખાંચો છે જ્યાં ૬૦૦ વર્ષ થયા આપણાં કુળદેવી શ્રી આશાપુરીનું ઘરમાં સ્થાન છે.