preloader

ખેતલાદાદાની પ્રાથના

ચરણકમળમાં શિશ નમાવી
વંદન કરું ખેતલાદેવરે
કૃપા કરીને ભક્તિ દેજો
મારા ખેતલા દેવ રે......ચરણકમળમાં
તમારે ભરોસે જીવન નૈયા
હાંકી રહ્યો ખેતલા દેવરે
બની સુકાની પાર ઉતારો
મારા ખેતલા દેવ રે...... ચરણકમળમાં
હું દુઃખીયારો તમારે દ્વારે
આવી ઉભો ખેતલા દેવરે
આશીષ દેજો ઉરમાં રહેજો કો
મારા ખેતલા દેવ રે...... ચરણકમળમાં
અમી ભરી નજર રાખજો
મારા ખેતલા દેવરે
દર્શન આપજો, દુઃખડા કાપજો
મારા ખેતલા દેવ રે...... ચરણકમળમાં
બાળક તમારો કરે વિનંતિ
નમાવી શીશ તમ દ્વાર રે
“સ્વયં પ્રકાશમાં” વાસ કરોને
મારા ખેતલા દેવ રે...... ચરણકમળમા

શ્રી ખેતલાદાદાની સ્તુતિ

ૐ જય ખેતલા દેવ તમોને નમન
નમન નમન ખેતલાદેવ તમોને નમન
બાબરાના ધુળીયા દેવ તમોને નમન
ધોળીધારનાખેતલાદેવતમોનેનમન
ચંદનને સિંદૂરના ધારક તમોને નમન
લીલી પીળી બે ધજા તમારી તમોને નમન
અંતર્યામી દુઃખ ભંજક તમોને નમન
છેડા છેડી તમ પાસે છૂટે તમોને નમન
ભાયાણી વંશના રક્ષક તમોને નમન
નમન નમન ખંતલાદેવ તમોને નમન
ભાયજી વ્યાસત્તી વહારે આવ્યા તમોને નમન
દુશ્મનોને વારી કાઢયા તમોને નમન
પરચા રૂપે સૈન્ય બતાવ્યું તમોને નમન
કાઠીઓને ભાન ભુલાવ્યું તમોને નમન
સમયે સમયે સૌની વહારે તમોને નમન
“સ્વયં પ્રકાશ” માં તમો જ વિહારો તમોને નમન