preloader

ૐ નમઃ શિવાય

છે મંત્ર મહા મંગલકારી, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય, એ જાપ જપો સહુ નરનારી, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાયએ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા; કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.
ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિ એ રસપાન કરે; શ્રીવ્યાસ સદા મુખથી ઉચ્ચરે, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
યમ-કુબેર-ઇન્દ્રાદિક દેવ કહે, આ મંત્ર સદા જપવા જેવો; શ્રદ્ધા રાખીને શિવને સેવો, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ઋષિમુનિઓ જેના ધ્યાને છે, વળી વેદ પુરાણને પાને છે; બ્રહ્માને વિષ્ણુ વખાણે છે, ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.
એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે, વળી તન મનનના સહુ તાપ ટળે; છેવટ મુક્તિનું ધામ મળે, ૐનમઃ શિવાય ૐ નમઃ શિવાય એ મંત્ર સદા છે સુખકારી, ભવસાગરથી લેશે તારી; પ્રેમથી બોલો સંસારી, ૐ નમઃ શિવાયૐનમઃ શિવાય

શ્રી શિવ-પંચાક્ષર સ્તોત્ર

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ'ન' કારાય નમઃ શિવાય ।।
મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથ મહેશ્વરાય ।
મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ‘મ' કારાય નમઃ શિવાય |।
શિવાય ગૌરીવદનાબ્જવૃન્દસૂર્યાય દક્ષાધ્વરનાશકાય ।
શ્રીનીલકણ્ઠાય વૃષભધ્વજાય તસ્મૈ ‘શિ'કારાય નમઃ શિવાય ।।
વશિષ્ઠકુમ્ભોદભવગૌતમાય મુનીન્દ્ર દેવાર્ચિતશેખરાય |
ચન્દ્રાર્ક વૈશ્વાનરલોચનાથ તસ્મૈ ‘વ' કારાય નમઃ શિવાય ।।
યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મૈ ‘ય' કારાય નમઃ શિવાય ।|
પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ ।
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ।।
।।ઈતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં શિવપંચાક્ષર સ્તોત્રં સંપૂર્ણમ્‌ ।।