preloader

માનો થાળ

આજે મારે આંગણે આનંદ વરતાય, અરે ! આશાપુરી માતાને થાળ રે ધરાય
સોનારૂપાના બાજઠ ધરાય, વીઝણો લઇને ઢોળું રે હવા
લાપસી અને ઘીની ધાર, અરે હૈયાના હેતથી રાંધ્યો કંસાર ... આજે મારે આંગણે
મેવા મીઠાઇને સખડી ધરૂંશિરોપુરી ને ખીર હું ધરૂં
ઘારી જલેબી ને પેંડા ધરાય, બરફી ભાવે તો ચાસલો ચડાય ... આજે મારે આંગણે
રીગણા તુરીયામાં સાથે રે ભાજી, અરે વાલ વટાણાને દૂધી તાજી
પરવળ કેળાને અથાણા ઘણા, અરે તીખા ફરસાણને રાયતાં ઘણાં ...આજે મારે આંગણે
હું જળ જમનાની ઝારી ભરી દઉ, મા પીવાને શીતળ પાણીડાં રે દઉં
લળી લળી અમિયલ લાગું રે પાય, આજ મારું આંગણું પાવન થાય ...આજે મારે આંગણે

શ્રી આરતી

શ્રી આશાપુરી મા જય આશાપુરી મા ઓમ જય આશુાપુરીમા
બાળક તારા વિનવે (૨) શરણે રાખો મા... ઓમ
ભવરણે ભટકી ભટકી અઘવચ અટક્યા મા (ર) એવા
મારગડો દેખાડો (૨) બાંય ગ્રહીને મા... ઓમ
સદબુદ્ધિ મા આપો દુઃખડા સૌ કાપો (૨) મૈયા
બાળક જાણી રે બાઈ (ર) છાતી એ ચાંપો... ઓમ
પડવે પંથ પ્રજાળો માડી વિનવે સૌ બાળો (૨) મૈયા
બીજે માળ ગણીને ગોદે બેસાડો... ઓમ
ત્રીજે ત્રિકુળ સુંદર ભવ બંધન કાપો (૨) મૈયા
ચોથે ઓથ થઈને (૨) સથવારો આપો... ઓમ
પાંચમે મા પંપાળી ગોદમાં પોઢાડો (૨) મેયા
છઠ્ઠી લેખે મેખ તમે મારો... ઓમ
સાતમે સમકા દે જો સાથ, સદા રે જો (૨) એ મા
આઠમે અમી આંખલડી (૨) અમ પરમા ધરજો... ઓમ
નવમે નવલા રુપે મા ગરબે રમજો (૨) તમે
દસમે દર્શન દઈને (૨) બાળ રાજી કરજો... ઓમ
એકાદશી એ અંબા અમ પર મેર કરજો (૨) માડી
બારસે બાળક સાથે (૨) બહુ ગુમજો રમજો... ઓમ
તેરસે તૃપ્ત કરાવો મીઠડા દૂધ પાઈ (ર) મૈયા
ચૌદશે ચરણે રાખી (ર) આશા પુરો આઈ... ઓમ
પુનમે પારણિયે મા પોઢાડી પ્રીતે (૨) મૈયા
ગાજો હાલરડાં મા બાળ મનુ હેતે... ઓમ
પંદર તિથીની આરતી માની જે ગાશે (૨) એવી
આશાપુરણ આઈ (૨) સાથ સદા રહેજો... ઓમ
કાલા ઘેલા ગુણલા માના જે ગાશે (૨) મનુ
માના લાડકા થાશે માને ખોળે રમશે... ઓમ